Main Menu

દેશના ૭૨૮માંથી ૬૦૬ જિલ્લામાં લોકડાઉન

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાયોના ૬૦૬ જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. યારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર્ર, પુડ્ડત્પચેરી, ચંડીગઢમાં કરયૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૪૭૨ પર પહોંચી ગયા છે યારે મૃત્યુઆકં ૯ થઇ ગયો છે. રાયોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉ. પ્રદેશ, ઉત્તરાખડં અને પશ્ચિમ બંગાળમાં અનેક જિલ્લામાં તો કેટલાક રાયોમાં શહેરો કે સંપૂર્ણ લોકડાઉનના આદેશ અપાયા છે. દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર્ર, ચંડીગઢ, પુડ્ડત્પચેરીમાં સોમવારે કરયૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર્રની બોર્ડર સીલ કરવાનો આદેશ ઉધ્ધવ ઠાકરેએ આપ્યો હતો.






Comments are Closed

error: Content is protected !!