Main Menu

પૂજ્ય મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત કોશમાં 25 લાખનું અનુદાન

સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાત રાજ્યના અનેક જીલ્લાઓ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. આ મહામારીથી
બચવાનો એક જ ઉપાય છે, જે છે લોકડાઉન. આવી અનિવાર્ય વ્યવસ્થાને કારણે નાના લોકો, મજુરી કરીને ગુજરાન ચલાવતી
વ્યક્તિઓ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારના આ પગલામાં સહાયભૂત થવાની સમજણ સાથે શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી પૂજ્ય મોરારિબાપુની સુચના અનુસાર લંડન સ્થિત શ્રી. રમેશભાઈ સચદેવ પરિવાર તરફથી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત કોશમાં રૂપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવશે. આજે એક યાદીમાં પૂજ્ય મોરારીબાપુએ આ જાહેરાત કરી છે. એ જ પ્રમાણે આજ રોજ મહુવાની સેવાભાવી સંસ્થા, ‘ ભૂખ્યાને ભોજન’ તેને પણ રૂપિયા એક લાખની સહાયતા મોકલવામાં આવી છે. આ અગાઉ પૂજ્ય મોરારિબાપુની અનુમતિથી શ્રી. રમેશભાઈ સચદેવ દ્વારા વડાપ્રધાન રાહત કોશમાં એક કરોડનું અનુદાન મોકલવામાં આવેલ છે.


Comments are Closed

error: Content is protected !!