21.1 C
New York
June 5, 2020
Gujarat

દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા રાજયોગની દાદી જાનકીજી નું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન

મહિલાઓ દ્રારા સંચાલિત દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા તથા સ્વસ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજયોગીની દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની ઉંમર દેહાવસાન થયેલ છે.

માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં ૨૭ માર્ચ શુક્રવાર સવારે ૨.૦૦ વાગે તેમણે અતિમ શ્વાસ લીઘેલ.તેમને છેલ્લા બે મહિનાથી શ્વાસ અને પેટની તકલીફ હતી જેની સારવાર ચાલું હતી.તેમના અતિમ સંસ્કાર બ્રહ્માકુમારીઝના આતરરાષ્ટ્રીય મૂખ્યાલય શાંતિવનમાં કોન્ફરન્સ હોલ સામેના ગ્રાઉન્ડમાં આજે બપોરે ૧૨.૦૦ થયેલ છે.

નારી શકિતની પ્રેરણાસ્તોત્ર રાજયોગીની દાદી જાનકીજીનો જન્મ ૧, જાન્યુઆરી,૧૯૧૬માં હૈદરાબાદ સિંઘમાં થયો હતો,તેમણે ૨૧ વર્ષની ઉંમરે જ બ્રહ્માકુમારીઝ સંસ્થાના આઘ્યાત્મિક પથનો સ્વીકાર કરેલ અને પૂર્ણ રૂપથી સમર્પણ થઇ ગયેલ.

આઘ્યાત્મિક ઉડાનની શિખર ૫હોચેલ દાદી જાનકીજીએ માત્ર ૪ ઘોરણ સુઘી જ અભ્યાસ કરેલ. પરંતુ આઘ્યાત્મિક આભાથી ભરપૂર ભારતીય દર્શન, રાજયોગ અને માનવીય મૂલ્યોની સ્થાપના માટે ૧૯૭૦માં તેઓ પશ્રિમી દશોમાં ગયા. દૂનિયાના ૧૪૦ દેશોમાં માનવીય મૂલ્યોના બીજા રોપણ રૂપી હજજારો સેવાકેન્દ્રોની સ્થાપના કરી લાખો લોકોને એક નવી જિંદગી આપેલ. રાજયોગીની દાદી જાનકીજી એ આખા વિશ્વમાં મન અને આત્માની સ્વસ્છતાની સાથે સાથે બાહરની સ્વસ્છતા માટે પણ ઉમદા કાર્ય કરેલ.જેના કારણે ભારત સરકાર તેમને સ્વસ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલ.દાદી જાનકીજીના દેહાવાસના સમાચાર સાંભળી આ સંસ્થાના દેશ વિદેશના અનુયાયીઓ શ્રઘ્ઘા સુમન અર્પણ કરવા યોગ સાધના પ્રારંભ કરી દીઘેલ છે.તેમના પાથિવ દેહને માઉન્ટ આબુથી આબુરોડ, શાંતિવન લાવવામાં આવેલ જયાં તેમને ભાવભીની શ્રદ્રાંજલિ અને તેનો પાથિર્વ દેહ પાંચ તત્વોમાં વિલીન થયેલ.

Related posts

તમારી નજીક કોરોનગ્રસ્ત વ્યકિત છે ? AAROGYA SETU મોબાઈલ એપ થી નોટીફીકેશન મળશે

thebapu

સુરેન્દ્રનગર – અમરેલી ૪૩.૫, રાજકોટ ૪૨.૯ ડિગ્રી

thebapu

લોકડાઉન-3 : સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

thebapu
error: Content is protected !!