21.1 C
New York
June 5, 2020
Gujarat

ગુજરાતમાં કોરોનાના 71 કેસ રાજકોટ-સુરતમાં વધ્યા કેસ, 4 દર્દી રીકવર થયા

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 થઈ છે. સુરતમાં 67 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ સંખ્યા વધી છે. આ સાથે રાહતના સમાચાર એ પણ છે કે 70માંથી 4 દર્દી કોરોના મુક્ત થયા છે. રિકવર થયેલા દર્દીમાં 3 દર્દી અમદાવાદના છે જ્યારે એક વ્યક્તિ સુરતની છે.

સુરતમાં નોંધાયેલા કેસની વિગતો અનુસાર આ વ્યક્તિ લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વાત જાણવા મળતા સુરત મનપાએ આદેશ કર્યો છે કે તેમના સંપર્કમાં આવેલા લોકોનો ફરજિયાત કોરોન્ટાઈન કરવામાં આવે. આ સાથે જ રાજકોટમાંથી લેવામાં આવેલા 20 સેમ્પલમાંથી 19 નેગેટિવ આવ્યા છે. જ્યારે 28 વર્ષીય યુવાનનો રિપોર્ટ પેન્ડીંગ હતો જે બાદમાં પોઝિટિવ આવતા કુલ સંખ્યા 10 થઈ છે.

અમદાવાદ – 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 3ના મોત નીપજ્યા હતા જ્યારે 3 દર્દી રિકવર થયા છે.
સુરત – 9 પોઝિટિવ કેસ થયા છે જેમાંથી અગાઉ 1 દર્દીનું મોત નીપજ્યું હતું, જ્યારે 1 દર્દી કોરોના મુક્ત થયો છે.
ભાવનગર – 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 2 દર્દીના મોત નીપજ્યા છે.
વડોદરા – 9 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટ – 10 પોઝિટિવ કેસ છે.
ગાંધીનગર – 9 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહેસાણા – 1 પોઝિટિવ કેસ
કચ્છ – 1 પોઝિટિવ કેસમ
ગીર સોમનાથ – 2 પોઝિટિવ કેસ
પોરબંદર – 1 પોઝિટિવ કેસ

Related posts

ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

thebapu

દીવ ના દરિયાકિનારે દીવ પોર્ટ પર એક નંબર નું સાવચેતી નું સિગ્નલ લગાવવામાં આવ્યુ

thebapu

ચિંતા નહિ કરતા’ : કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વિડિયો સંવાદ કરી તમામ સહાયની ખાતરી આપતા વિજયભાઈ

thebapu
error: Content is protected !!