21.1 C
New York
June 5, 2020
Gujarat

ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા અને લોકડાઉનની Âસ્થતિ હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી પણ વધુ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે જેમાં અમદાવાદમાં ૮ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૫૩ ઉપર પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૯ ઉપર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એકનું મોત પણ થયું છે. કેસોની સંખ્યામાં વધારા વચ્ચે આજે પણ લેવામાં આવેલા પગલા અંગે માહિતી આપવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે, કુલ નવા ૨૧ કેસો પૈકી ૧૦નો સંબંધ ગયા મહિને દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાતના ધાર્મિક આયોજન સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે રહેલો છે. સુરતમાં ૬૧ વર્ષીય મહિલાનું મોત થયું છે. આની સાથે જ રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૧ ઉપર પહોંચી છે. ખતરનાક વધારતો જાય છે અને રીતસરનો હાહાકાર મચાવી રહ્યો છે, રાજયમાં આજે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર અને સુરતમાં આજે એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૧૨૯ પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં નવા આઠ કેસો સાથે કુલ કેસની સંખ્યા ૫૩ની થઇ છે. અત્યારસુધીમાં રાજયમાં કોરોના પોઝિટિવના કુલ ૧૧ દર્દીના મોત થઈ ચૂક્યા છે. તેમાં પણ પહેલા ૧૦ દિવસમાં ૫૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૪ના મોત થયા હતા. હાલ રાજ્યના ૩૩ જિલ્લામાંથી કુલ ૧૩ જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે.

આ પહેલા રાજ્યમાં તા.૧૯ માર્ચે બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ ૧૮ દિવસ દરમિયાન સૌથી વધુ ૧૬ કેસ આજે તા.૫ મી એપ્રિલે નોંધાયા છે. ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસો પાછળ વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વધવા લાગ્યું છે, જે ઘણી જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. હાલ રાજ્યના ૩૩માંમાંથી કુલ ૧૩ જિલ્લામાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસો પાછળ વિદેશી પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વધવા લાગ્યું છે, જે ઘણી જ ગંભીર બાબત છે, ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન છે, અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના ૫૩ કેસમાંથી ૨૫ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા કુલ ૧૧ માંથી ૭ લોકલ ટ્રાન્સમિશનના કેસ હતા. આજે તા.૫ એપ્રિલ સુધીમાં ગુજરાતના કુલ પોઝિટિવ ૧૨૯ કેસ સામે આવ્યા છે, જેમાં ૧૧ના મોત અને ૧૭ રિકવર થયાં છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતિ રવિએ આ અંગે વધુમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવા ૮ કેસ, ભાવનગરમાં ૨, વડોદરામાં ૧, છોટાઉદેપુર ૧ અને સુરતમાં ૩ અને જામનગરમાં એક, મોરબીમાં એક, પાટણમાં એક કેસ સપાટી ઉપર આવ્યો છે. છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત ૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં જે કેસો નોંધાયા છે તે પૈકી સુરતમાં ૧૬, ગાંધીનગરમાં ૧૩, ભાવનગરમાં ૧૩, રાજકોટ, વડોદરામાં ૧૦-૧૦, પોરબંદરમાં ત્રણ, ગીરસોમનાથમાં બે, કચ્છમાં બે, મહેસાણા, પંચમહાલમાં એક-એક સપાટી પર આવ્યા છે. છોટાઉદેપુર, મોરબી અને જામનગરમાં આજે એક એક કેસ સપાટી પર આવ્યા છે. રાજ્યમાં કુલ ૨૩૫૪ નમૂનાની તપાસ કરવામાં આવી છે જે પૈકી ૮ના પરિણામ મળ્યા નથી. ૧૪૯૨૦ લોકો ક્વોરનટાઈન કરાયા છે.

Related posts

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં પ્રસિદ્ધિની ખોટી જાહેરાતો : શક્તિસિંહ ગોહિલ

thebapu

સૌથી શક્તિશાળી એટલાન્ટિક સમુદ્રી વાવાઝોડું અમેરિકા તરફ વધી રહ્યું છે, એબેકો ટાપુ ડૂબ્યો

thebapu

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષાર્થીઓને શિક્ષણવિદ્ તખુભાઈ સાંડસુરની શુભેચ્છાઓ તથા માર્ગદર્શન

thebapu
error: Content is protected !!