21.1 C
New York
June 5, 2020
Gujarat

ઇન્ડિયન -૨ ફિલ્મને લઇને કાજલ અગ્રવાલ ઉત્સુક છે

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનની ઇન્ડિયન-૨ ફિલ્મની રજૂઆત પણ હવે ટળી ગઇ છે. આ ફિલ્મને લઇને અભિનેત્રી કાજલ અગ્રવાલ ભારે ઉત્સુક છે. ૨૦૦ કરોડના જંગી બજેટ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા આ ફિલ્મમાં અભિષેકને લેવાની વાત હતી. જા કે હવે ફિલ્મમાં સિદ્ધાર્થને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રકુલ પ્રીત પણ જાવા મળનાર છે. પહેલા અક્ષય કુમારને પણ ફિલ્મમાં લેવાની વાત હતી. હવે અભિષેક અને અક્ષય બનેને લેવાના હેવાલ ખોટા સાબિત થયા છે. દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક શંકરે વર્ષ ૧૯૯૬માં તમિળ અને હિન્દીમાં ઇન્ડિયન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની રિમેક ફિલ્મ હવે બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કમલ હસન ફરી એકવાર જાવા મળશે. ફિલ્મના કલાકારોની પસંદગીને લઇને વારંવાર નવા નવા અહેવાલો આવ્યા હતા. ઇન્ડિયન-૨ના મુહુર્ત રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલની મુખ્ય ભૂમિકા છે. શંકરે હાલમાં જ ટુ ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ગઈ હતી. હાલમાં કોરોના વાયરસના કારણે તમામ ફિલ્મો પર કામ રોકી દેવામાં આવ્યુ છે. જેમાં ઇન્ડિયન-૨ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. હવે નવેસરથી કોરોના વાયરસને લઇને Âસ્થતી સામાન્ય બન્યા બાદ ફિલ્મ પર કામ શરૂ કરાશે. કાજલ ફિલ્મને લઇને આશાવાદી છે. તે મોટા સ્ટાર કમલ હાસન સાથે કામ કરીને ખુશ છે. કમલ હાસનને હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોના મોટા સ્ટાર તરીકે ગણવામાં આવે છે.

Related posts

લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર થયા, CM રૂપાણીએ પણ કર્યા વખાણ

thebapu

ગુજરાત સરકારના બજેટ ૨૦૨૦-૨૧ને આવકારતા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

thebapu

30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે Df-41 મિસાઇલ, સૌથી લાંબી દૂરીથી વાર કરનાર વિશ્વની એકમાત્ર મિસાઇલ

thebapu
error: Content is protected !!