Main Menu

જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસથી કોરોનાનો લક્ષણ જણાતા હતા તેથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ થશે.

ઇમરાન ખેડાવાલાએ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ-મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું,. જોકે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક ચિંતાની વાત જોવા મળી રહી છે.

ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા.






Comments are Closed

error: Content is protected !!