Main Menu

જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ દ્વારા દરેક રત્નકલાકારના ખાતામાં રૂ/1500/-ની રોકડ સહાય જમા કરશે : અશોક ગજેરા

જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં બંધ પડેલ હીરાઉધ્યોગથી મુશ્કેલીમાં સ્ત્નકલાકારોને સહાય કરવા આગળ આવી છે જેનો લાભ ગુજરાત અને અમરેલીના સ્ત્નકલાકારોને પણ મળશે. સહાય લેવા ઇચ્છુક રત્નકલાકારે https//gjepc.org/reliefs-aid પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રૂ/1500ની સહાય મેળવી લેવી. ભારતના હીરાઉધ્યોગનું સંકલન કરીને ઉધ્યોગને ધમધમતો રાખતી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ કોરોના મહામારી સામે લડવા માટે રૂ/ 50 કરોડનું ફંડ મહારાષ્ટ્ર, ગુજરાત, કલકતા માટે જાહેર કર્યું છે

ત્યારે વર્તમાન સમયે લોકડાઉનને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રનો હીરાઉધ્યોગ પડી ભાંગ્યો છે તેવા કપરા કાળમાં ગુજરાત અને અમરેલી જિલ્લાના રત્નકલાકારો આર્થિક સંકડામણનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમરેલીના હીરાઉધ્યોગપતિ, ડાયમંડ કિંગ અને મહારાષ્ટ્ર રાજ્યના જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલના ચેરમેન અશોકભાઇ ગજેરાના પ્રયત્નોથી કાઉન્સિલે અમરેલીના જિલ્લાના રત્નકલાકારોને દરેકને રૂ/1500/- રોકડ સહાય કરવાનું જાહેર કર્યું છે. ત્યારે સમગ્ર જિલ્લાના રત્નકલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે. રત્નકલાકારે પોતાના બેન્ક એકાઉન્ટમાં રોકડ સહાય લેવા માટે https//gjepc.org/reliefs-aid પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ તકે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના મહારાષ્ટ્રના ચેરમેન અશોકભાઇ ગજેરાએ જણાવ્યુ હતું કે ગુજરાતનાં ચેરમેન દિનેશ નાવડીયાના માર્ગદર્શન હેઠળ રજીસ્ટ્રેશન બાદ તાત્કાલિક રૂ/1500/-ની રોકડ સહાય રત્નકલાકારોના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






Comments are Closed

error: Content is protected !!