21.1 C
New York
June 5, 2020
Gujarat

ગુજરાતમાં કોરોના તપાસ ટેસ્ટ થાય તેમા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, આરોગ્યકર્મીઓ માટે એ કુલ ટેસ્ટ નાં 10% ટેસ્ટ ફરજીયાત કરવા ગુજરાત જનચેતના પાર્ટી ની માંગ

સમગ્ર દેશ અને ગુજરાત માં ફેલાયેલ કોરોના મહામારી નાં કહેર સામે લોકો નો પ્રાણ બચાવવા આરોગ્યકર્મીઓ, લોકડાઉન નો અમલ કરાવવા પોલીસકર્મીઓ તથા સ્વચ્છતા સાથે વિસ્તાર ને સેનીટાઈઝ કરવા સફાઈકર્મીઓ પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર કોરોના વોરીયર્સ તરીકે પોતાની ફરજ નીભાવી રહ્યા છે, આસામ સરકારે આવા કર્મચારીઓ નાં મૃત્યુ ને સહીદ જાહેર કરવા નો સરાહનીય નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અચાનક લોકડાઉન વચ્ચે કોરોના માં પી.પી.ઈ. કીટ સહીત રક્ષણાત્મક સંસાધનો નાં અભાવ વચ્ચે ફરજ બજાવતા વોરીયર્સ એવા કર્મચારીઓ ને જીવનું જોખમ લેવા નાં સંજોગોમાં અનેક ડૉક્ટર, પોલીસ, સફાઈ કામદારો કોરોના પોઝીટીવ થઈ રહ્યા છે. પોતાના પરીવાર ની દરકાર વગર ફરજ બજાવતા કોરોના વોરીયર્સ નાં જીવન રક્ષણ ની ચિંતા કરતાં ગુજરાત જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી ગુજરાત માં કોરોના તપાસ ટેસ્ટ થાય તેમા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, આરોગ્યકર્મીઓ માટે એ કુલ ટેસ્ટ નાં 10% ટેસ્ટ ફરજીયાત કરવા ની માંગ કરી છે કારણ, એવો છે તો જ આપણે છીએ. આશા છે સંવેદનશીલ સરકાર લોકરક્ષકો માટે જરૂરી માંગણી સંતોષાશે.

Related posts

રાજ્યની તમામ એસટી બસ સેવા આજથી વધુ ત્રણ દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૨ સુધી બંધ

thebapu

આ રીતે ખૂલશે ગુજરાત: આજે આખો દિવસ કમિશનરો અને કલેકટરો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ગાઈડલાઈન જાહેર થશે

thebapu

જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ દ્વારા દરેક રત્નકલાકારના ખાતામાં રૂ/1500/-ની રોકડ સહાય જમા કરશે : અશોક ગજેરા

thebapu
error: Content is protected !!