21.1 C
New York
June 5, 2020
Gujarat

કોરોના કાળમાં ખર્ચમાં કાપ મુકવા ત્રણેય સેનાને અપીલ

કોરોનાના સંકટકાળમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સને ખર્ચમાં કાપ મુકવા માટે અપીલ કરી છે. કોરોના વાયરસના આ ગાળા દરમિયાન ખર્ચમાં ઘટાડો કરવા માટેના તમામ જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે. તેમણે ત્રણેય સેનાઓના કમાન્ડર ઇન ચીફ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, કોરોનાના પરિણામ સ્વરુપે અર્થતંત્ર ઉપર જારદાર ભાર આવી રહ્યો છે જેથી ફાઈનાÂન્સયલ સંશાધનોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે ખુબ જરૂરી છે. સંરક્ષણ મંત્રીએ ત્રણેય સેનાઓની સંયુક્તતા ઉપર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું છે કે, આર્મી, નેવી અને એરફોર્સ મળીને એવા વિસ્તારની ઓળખ કરી શકે છે જ્યાં સંશાધનોનો ઉપયોગ મળીને કરી શકાય છે. સાથે સાથે પ્રાથમિકતા પણ નક્કી કરી શકાય છે કે, ક્યાંથી શરૂઆત કરી શકાય છે. આનાથી પણ બચત થશે. ત્રણેય સેનાઓના ઓપરેશનલ રેડિનેસ ઉપર પણ તેઓએ વાત કરી હતી. રાજનાથસિંહે જુદા જુદા વિષયો ઉપર વાતચીત કરી હતી. સેનાઓના કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની સાથે લડાઈની સાથે સાથે ઓપરેશન તૈયારીઓ પણ રાખવામાં આવે તે જરૂરી છે. દુશ્મન પરિÂસ્થતિનો લાભ લેવાની કોશિશ ન કરે તે પણ અતિજરૂરી છે. સંરક્ષણમંત્રીએ કમાન્ડરોને કહ્યું હતું કે, કઇરીતે કોરોના વાયરસ સામે લડવામાં ત્રણેય સેનાઓ વહીવટીતંત્રની મદદ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જા સ્થાનિક વહીવટીતંત્ર જરૂરી સેવાઓને જાળવી રાખવા તેમની મદદ ઇચ્છશે તો તેમાં પણ મદદ કરવામાં આવશે. સંરક્ષણમંત્રીએ આર્મી, નેવી અને એરફોર્સ જે રીતે કોરોના સામે લડવામાં મેદાનમાં છે તેની પ્રશંસા કરી હતી. આ મિટિંગમાં સંરક્ષણમંત્રીની સાથે સીડીએસ જનરલ બિપીન રાવત, આર્મી ચીફ, નેવી ચીફ અને એરફોર્સ ચીફ ઉપÂસ્થત રહ્યા હતા. આર્મીની કામગીરીની પ્રશંસા કરાઈ હતી

Related posts

સુરત પલસાણાના ચલથાણ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

thebapu

કોરોના વાઈરસને પગલે ગુજરાતમાં બે અઠવાડીયા સુધી મલ્ટીપ્લેક્સ અને સ્કૂલો બંધ, બોર્ડની પરીક્ષા યથાવત

thebapu

સૌથી શક્તિશાળી એટલાન્ટિક સમુદ્રી વાવાઝોડું અમેરિકા તરફ વધી રહ્યું છે, એબેકો ટાપુ ડૂબ્યો

thebapu
error: Content is protected !!