Main Menu

અમદાવાદ અને સુરત સહિત પાંચ શહેરોમાં કોરોનાની સ્થિતિ ગંભીર

કોરોના વાયરસના સંદર્ભમાં અનેક ચોંકાવારી વિગતો હવે સપાટી ઉપર આવી રહી છે. આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં પરિÂસ્થતિ ગંભીર બનેલી છે. હજુ સુધી ભારતમાં કોરોનાની સારવાર લીધા બાદ ૪૭૪૮ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. કોરોના વાયરસના નવા કેસની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા ૧૬૮૪થી વધુ રહી છે જ્યારે કુલ કન્ફર્મ કેસોની સંખ્યા ૨૩૦૦૦થી ઉપર રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે, કોરોના વાયરસથી રિકવરી રેટ ૧૯.૮૯ ટકા રહ્યો છે. છેલ્લા ૨૮ દિવસમાં ૧૫ જિલ્લાઓમાં કોઇપણ કેસ નોંધાયો નથી. ધીમીગતિથી પરંતુ Âસ્થરરીતે કોરોના સામે લડાઈ સફળતાપૂર્વક લડવામાં આવી રહી છે. રિકવરી રેટ ૨૦.૫૭ ટકા છે. છેલ્લા ૨૮ દિવસમાં જે વિસ્તારોમાં અથવા તો જિલ્લાઓથી કોઇ કેસ આવ્યો નથી તેમની સંખ્યા પણ ૧૫ જેટલી થઇ ગઇ છે. ઝડપથી ફેલાઈ રહેલી બિમારીને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી છે. કોરોના વાયરસને લઇને કરવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનાનો ગાળો પૂર્ણ થયો છે. ૨૪મી માર્ચના દિવસે જ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ જા લોકડાઉનની જાહેરાત ન કરી હોત તો કેસોની સંખ્યા લાખોમાં પહોંચી હોત. બીજી બાજુ ગૃહમંત્રાલય દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, પાંચ શહેરો અમદાવાદ, સુરત, થાણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં Âસ્થતિ ગંભીર બનેલી છે. દેશના જુદા જુદા ભાગોમાં લોકડાઉનમાં પગલાના ભંગ થઇ રહ્યા છે જેનાથી ખતરો વદી રહ્યો છે. અગાઉના દિવસે જ ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, ગુજરાત, તેલંગાણા અને તમિળનાડુમાં ચાર આંતર મંત્રાલયની ટીમો પરિÂસ્થતિની સમીક્ષા કરશે. ૬ની રચના કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ તમિળનાડુ સરકારે ચેન્નાઈ, કોઇમ્બતુર, મદુરાઈમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરી હતી






Comments are Closed

error: Content is protected !!