Main Menu

ગુજરાત આજથી ફરીવાર ધબકતુ થશે : તમામ દુકાન ખોલવા મંજુરી

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એકપછી એક રાહત આપે તેવા નિર્ણય હવે કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ આજે રાજ્યના નાના મોટા દુકાનદારો તેમજ કારોબારીઓ માટે મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય માટે છુટ આપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાના અનુસંધાનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આની સાથે જ કોરોના વાયરસની Âસ્થતીમાં છેલ્લા એક મહિનાથી જારદાર સન્નાટો રહ્યા બાદ આવતીકાલથી ગુજરાત ફરી ધબકતુ થઇ જશે. આ તમામ છુટછાટ નિયમો અને શરતોને આધીન આપવામાં આવી રહી છે. શરતો મુજબ કહેવામાં આવ્યુ છે કે જે દુકાનો અને કારોબારને વ્યવસાય કરવાની મંજુરી આપવામાં આવી છે તે તમામ વિસ્તાર કન્ટેઇમેન્ટ વિસ્તારની બહાર જાવી જાઇએ. તેમના માટે જે અન્ય કેટલીક શરતો છે તે મુજબ દુકાનો અને ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ રાખવાની જરૂર રહેશે. સાથે સાથે તમામને માસ્ક ફરજિયાતપણે પહેરવાનુ રહેશે. સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવા માટેની બાબત પણ જરૂરી રાખવામાં આવી છે. જે તે સ્થાનિક સંતામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારોને માન્ય ગણવામાં આવનાર છે. મુખ્યપ્રધાન રૂપાણી એકપછી એક કઠોર નિર્ણય કરી રહ્યા છે. આઇટી અને આઇટીઇએસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ૫૦ ટાક સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે કામ કરવાની મંજુરી આપવામાં આવી છે. રાજયાના તમામ નાના મોટા દુકાનદારોના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાનમાં મુખ્યપ્રધાને આ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ સલુન, પાર્લર અને શરાબની દુકાનો ખુલી જશે તેની રાહ જાઇ રહેલા લોકોને આખરે નિરાશા હાથ લાગી છે. સરકારે સાફ શબ્દોમાં કહ્યુ છે કે આ પ્રકારની દુકાનોને ખોલવાની મંજરી હાલમાં આપવામાં આવી નથી. જરૂરી ચીજવસ્તુઓનુ વેચાણ કરી રહેલી દુકાનોને મંજુરી આપવામાં આવી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં તો શોપિંગ મોલ સિવાય તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં નિવાસી સંકુલમાં રહેલી દુકાનોને ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. સરકાર દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે વેચાણની મંજુરી આપવામાં આવી રહી છે. શરાબ અને અન્ય પ્રકારની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ રહેનાર છે. હેર સલુન અને બાર્બરની દુકાનો બંધ રહેશે. કારણ કે કેટલીક જગ્યાએ આના કારણે પણ કોરોના પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે.જા કે ગુજરાત સરકારે પણ કેન્દ્રની જેમ કહ્યુ છે કે પાન મસાલાની દુકાનો હાલમાં ખુલશે નહીં. હેર કટિંગની દુકાનો પણ હાલમાં બંધ રહેશે. ઠંડા પીણાની દુકાનો પણ હાલમાં ખુલી શકશે નહીં. પગરખાની દુકાનો પણ પણ નહીં ખુલે. આઇસક્રિમ પાર્લર પણ હાલમાં બંધ જ રહેશે. ફુલની દુકાનો, સોનાની દુકાનો, ટ્રાવેલ્સની ઓફિસ, ગિફ્ટ આર્ટિક્લ્સની દુકાનો હાલમાં બંધ રાખવામાં આવનાર છે. ફોટો સ્ટુડિયો અને હાર્ડવેર તેમજ કટલરીની દુકાનોને પણ હાલમાં મંજુરી આપવામાં આવનાર નથી. રીક્ષાઓને પણ હાલમાં મંજુરી આપી દેવામાં આવી નથી. લોકડાઉનને એક મહિનાથી ઉપરનો ગાળો થઇ ગયો છે. સાથે સાથે કોરોનાના કેસોમાં પણ ચિતાજનક વધારો જારી રહ્યો છે ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ તમામ નિર્ણયના કારણે ગુજરાત ફરી એકવાર એક મહિનાના સન્નાટા બાદ ધબકતુ થનાર છે






Comments are Closed

error: Content is protected !!