Main Menu

કોને હાલમાં મંજુરી નહીં

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એકપછી એક રાહત આપે તેવા નિર્ણય હવે કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ આજે રાજ્યના નાના મોટા દુકાનદારો તેમજ કારોબારીઓ માટે મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય માટે છુટ આપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાના અનુસંધાનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે..આની સાથે જ કોરોના વાયરસની Âસ્થતીમાં છેલ્લા એક મહિનાથી જારદાર સન્નાટો રહ્યા બાદ આવતીકાલથી ગુજરાત ફરી ધબકતુ થઇ જશે. આ તમામ છુટછાટ નિયમો અને શરતોને આધીન આપવામાં આવી રહી છે.
¨ સલુન, પાર્લર અને આઇસક્રિમની દુકાનો હાલમાં ખોલી શકાશે નહીં
¨ પગરખા અથવા તો બુંટ ચંપલની દુકાનોને હાલમાં મંજુરી આપવામાં આવી નથી
¨ ફુલ સહિતની દુકાનો હાલમાં ખોલી શકાશે નહીં
¨ સોના સહિતની દુકાનોને પણ હાલમાં ખોલવાની મંજુરી નહી મળે
¨ હોટસ્પોટ વિસ્તારો, શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્સને હાલમાં મંજુરી રહેશે નહીં
¨ ટ્રાવેલ્સ ઓફિસ સહિતની ઓફિસો હાલમાં બંધ રહેશે
¨ ગિફ્ટ આર્ટિક્લ્સની દુકાનો હાલમાં બંધ રાખવામાં આવનાર છે
¨ ફોટો સ્ટુડિયો અને હાર્ડવેર તેમજ કટલરીની દુકાનોને પણ હાલમાં મંજુરી આપવામાં આવનાર નથી
¨ ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનોને ખોલી દેવા માટેની મંજુરી આપી દેવામાં આવી
¨ શહેરી વિસ્તારોમાં તમામ સ્ટેન્ડઅલોન શોપ્સ, નિવાસી વિસ્તારોની નજીકની દુકાનોઅને નિવાસી સંકુલની અંદર રહેલી દુકાનોને ખોલવાની મંજુરી આપી દેવામાં આવી
¨ શોપિંગ માર્કેટ, કોમ્પ્લેક્સ અને શોપિગ મોલ હાલમાં બંધ રહેશે
¨ ઇ-કોમર્સ કંપનીઓ હાલમાં બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી કરી શકશે નહીં માત્ર જરૂરી વસ્તુઓની ડિલિવરી કરવાની મંજુરી રહેશે
¨ હોટવિસ્તારમાં કઠોર નિયમો યથાવત રીતે જારી રહેનાર છે
¨ જુદા જુદા વિસ્તારોમાં માત્ર રજિસ્ટાર્ડ દુકાનોને જ ખોલવાની મંજુરી આપવામાં આવનાર છે






Comments are Closed

error: Content is protected !!