21.1 C
New York
June 5, 2020
Gujarat

સૌરાષ્ટ્રમાં બદામ અને સોપારીનો ભાવ સરખો

લોકડાઉન વચ્ચે પાન-માવા મળતાં બંધ થઈ ગયાં ત્યારથી સોપારીની ડિમાન્ડ એટલા મોટાપાયે નીકળી છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં સોપારીનો ભાવ ડ્રાયફ્રુટની બદામની લગોલગ પહોંચી ગયો છે. સામાન્ય રીતે જે સોપારીનો એક કિલોનો ભાવ ૩૫૦ રૂપિયા હોય છે એ સોપારી અત્યારે રાજકોટમાં બ્લેકમાર્કેટમાં ૧૪૦૦ રૂપિયે કિલોના ભાવે મળે છે. રાજકોટમાં સોપારીના હોલસેલર કેશવભાઈ પટેલ કહે છે, પાન- માવાની જે પરિસ્થિતિ છે એને લીધે સોપારીનો ભાવ વધી ગયો છે. લોકો થોડા તમાકુની વ્યવસ્થા કરી લીધા પછી સોપારી શોધે છે, તો અમુક એવા લોકો પણ છે કે તેમને તમાકુ ન મળે તો ચાલે, પણ સોપારી મોઢામાં સખવા માટે જોઈએ. આના કારણે અત્યારે સોપારીની ખપત બહુ વધી ગઈ છે અને માર્કેટમાં એનાં કાળાબજાર શરૂ થઈ ગયાં છે. સોપારીમાં બે પ્રકારના ભાવ હોય છે. આખી સોપારીનો ભાવ અલગ અને કતરેલી સોપારીનો ભાવ જુદો. કતરેલી સોપારીના સાડાત્રણસો સામે લોકો અત્યારે આખી સોપારીના ૧૪૦૦ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ ગયા છે અને એ પછી પણ પરિસ્થિતિ એવી છે કે કયાંય માલ મળતો નથી. વ્યસનના રવાડે ચડી ગયા પછી આવી કફોડી હાલતમાં મુકાતાં પાન-માવાનું વ્યસન ધરાવનારાઓને જો ઘરમાં બાળકો માટે બદામ લઈ આવવાનું કહેવામાં આવે તો તેને ભાવ વધારે લાગે, પણ સોપારી માટે આટલા રૂપિયા ચૂકવવા એ લોકો તૈયાર છે.

Related posts

ગુજરાતમાં કોરોના તપાસ ટેસ્ટ થાય તેમા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, આરોગ્યકર્મીઓ માટે એ કુલ ટેસ્ટ નાં 10% ટેસ્ટ ફરજીયાત કરવા ગુજરાત જનચેતના પાર્ટી ની માંગ

thebapu

અમદાવાદની એલ જે કોલેજના છાત્રોની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

thebapu

*પુ.મોરારીબાપુનુ લોકડાઉન-૨ ને સમર્થન*

thebapu
error: Content is protected !!