21.1 C
New York
June 5, 2020
Gujarat

સુરેન્દ્રનગર – અમરેલી ૪૩.૫, રાજકોટ ૪૨.૯ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે ધોમધખતા તાપનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે સુરેન્દ્રનગર, અમરેલીમાં ૪૩.૫ ડિગ્રી, રાજકોટ ૪૨.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ. જ્યારે ગોંડલમાં કાલે સાંજે સતત બીજા દિવસે વરસાદ વરસતા ભારે નુકશાન થયુ હતું.

રાજયમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો વર્તારો વધ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ થયા છે. બપોરના સમયે તો રીતસરની ચામડી દઝાડતી ગરમી પડી રહી છે. બપોરના સમયે તો વગર લોકડાઉને અગન ગોળા વર્ષાવતી ગરમીથી લોકો ઘરની બહાર નિકળવાનું નામ લઇ શકે તેમ નથી. શુક્રવારના રોજ અમદાવાદ સહિત રાજયના કુલ ૬ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૩ ડીગ્રીને પાર પહોંચ્યો હતો. ડીસા, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. બીજી તરફ આગામી ૧૦ અને ૧૧મેના રોજ રાજયના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે, ૧૦ મેના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં તેમજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડશે. જયારે બીજા દિવસે ૧૧ મેના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમજ દક્ષિણ-ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ પંકમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. આમ એક તરફ રાજયમાં ચામડી દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે રાજયના કેટલાક ભાગોમાં છેલ્લા એક સપ્તાહથી હળવા વરસાદી માવઠા થઇ રહ્યાં છે.

કયાં કેટલુ તાપમાન ?
શહેર તાપમાન
અમદાવાદ ૪૩
ડીસા ૪૩.૨
ગાંધીનગર ૪૩
વડોદરા ૪૧.૬
સુરત ૩૪.૮
અમરેલી ૪૩.૫
પોરબંદર ૩૪.૮
રાજકોટ ૪૨.૯
સુરેન્દ્રનગર ૪૩.૫
કેશોદ ૩૮
ભુજ ૪૧.૩
કંડલા એરપોટ ૪૩

Related posts

ટ્રમ્પે કહ્યું- ઓસામાનો દીકરો હમઝા અમેરિકાની સૈન્ય કાર્યવાહીમાં માર્યો ગયો, અલકાયદા નબળું પડ્યું

thebapu

દીવના પોલિસ જવાનનું દમણમાં હાર્ટએટેકનો હુમલો આવતા મૃત્યુ થતાં દીવ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

thebapu

વિદેશથી આવતા નવા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાતના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન

thebapu
error: Content is protected !!