Main Menu

આ રીતે ખૂલશે ગુજરાત: આજે આખો દિવસ કમિશનરો અને કલેકટરો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ગાઈડલાઈન જાહેર થશે

રેડ, આરેન્જ, ગ્રીન, બફર અને કન્ટેનમેન્ટ એમ પાંચ ઝોનમાં વહેંચાશે રાજ્ય લોકડાઉન ૩.૦ પૂર્ણ થયાને કલાકો વીતી ગયા છે તેથી નવા ‘રંગ’નું લોકડાઉન ૪.૦ કેવું હશે તે જાણવા અને જોવા દરેક ગુજરાતીયન્સ ઉત્સુક જ નહીં અધીરો બન્યો છે. રૂપાણી સરકારે ગઈકાલે સાંજે મીડિયા સમક્ષ આવીને કહી દીધું છે કે કન્ટેનમેન્ટ ઝોન સિવાય બધું ખૂલી જશે પરંતુ આ કન્ટેનમેન્ટ ઝોન કયા કયા હશે તે વિશે કોઈ ફોડ ન પાડતાં સસ્પેન્સ વધ્યું છે. રૂપાણીએ કહ્યું કે સોમવારે સાંજે લોકડાઉન ૪.૦ની માર્ગદર્શિકા જાહેર કરી દેવાશે. આ શ્રેણીમાં આજે સવારે તેમણે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી તો સાંજે તમામ કલેકટરો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. આ બેઠક પરથી સૂત્રો એવો નિષ્કર્ષ કાઢી રહ્યા છે કે ગુજરાતના દરેક શહેર-ગામડામાં કોરોનાના કેસ વધુ છે ત્યાં કોઈ પણ છૂટનો સવાલ જ ઉભો થતો નથી પરંતુ આ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના તમામ વિસ્તારો ખૂલી જવાના છે. આ ઉપરાંત સરકાર ખરીદીનો સમય પણ નક્કી કરશે અને ઓડ ઈવનની પેટર્ન પ્રમાણે એકી-બેકી દિવસોએ અમુક દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપશે. યારે સલૂન, વાઈન શોપ અને પાનની દુકાનોને પણ આંશિક મુકિત મળવાની સંભાવના નકારી શકાતી નથી. ભલે આ બધી છૂટ મળે પરંતુ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી સજડ કરફયુનું પાલન દરેક લોકોએ કરવાનું રહેશે અને આ સમય દરમિયાન માત્ર દવાની દુકાન જ ખુલ્લી રહેશે. યારે સિનિયર સિટીઝન અને બાળકોને બહાર નીકળવા પર પ્રતિબધં લગાવી દેવામાં આવશે. ખાવા-પીવાના શોખીન ગુજુઓ માટે ફરસાણ-નાસ્તાની દુકાનો ખોલવાને પણ મંજૂરી અપાઈ શકે છે. એકંદરે ઓફિસો ધમધમતી થશે. યારે રેસ્ટોરન્ટ-હોટેલને હોમ ડિલિવરીની છૂટ મળી શકે છે એટલા માટે સ્વીગી, ઝોમેટો સહિતની ઓનલાઈન ફડ પીરસતી કંપનીઓ પણ શરૂ થશે. ઈ-કોમર્સ કંપનીઓ જરૂરી ચીજો સિવાયની ડિલિવરી પણ કરી શકે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. કેંદ્ર સરકાર દ્રારા દેશમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય પાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય પાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી ગાઇડલાઇનનું પાલન મંગળવારથી થશે. છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરાશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપવામાં આવશે. આજે જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી પાણીએ જણાવ્યું કે, કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ આપવામાં આવશે. નવા નોટિફિકેશનનો અમલ ૧૯મેથી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય પાણીએ કહ્યું જાહેરમાં માસ્ક નહીં પહેયુ હોય તેને ૨૦૦ પિયાનો દડં ફટકારવામાં આવશે. સિટી બસો ચલાવવાને લઈને આજે જાહેરાત કરાશે. જાહેરમાં થુકવા પર ૨૦૦ પિયા દડં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૨૫ માર્ચથી લોકડાઉન છે. કોરોના વાયરસથી મહામારીને લઈને આજે દેશમાં ૩૧ મે સુધી લોકડાઉન ૪ની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના ચોથા તબક્કામાં મોલ,સ્કૂલ,કોલેજ અને જિમ બધં રહેશે. આ સાથે જ ૩૧ મે સુધી મેટ્રો અને હવાઈ સેવાઓ પણ બધં રહેશે.


Comments are Closed

error: Content is protected !!