Main Menu

જેનું હાસ્‍ય જોઈને બાળક અને ઈશ્‍વરની યાદ આવે તેવા પૂ. યોગીજી મહારાજને સ્‍મરણાંજલી

આજે જેમનો જન્‍મ મહોત્‍સવ ખૂબ ભવ્‍યતાથી ઉજવાઈ રહયો છે એ યોગીજી મહારાજે તા.3/6/189રના એ દિવસે જન્‍મ ધારણ કર્યા ત્‍યારે, ધારી ગામમાં, કોઈ વિશેષ ઘટના બની હોય એવું કોઈને લાગ્‍યું નહોતું. ખુદ પિતા દેવચંદભાઈ અને માતા પુરીબાઈ પણ પોતાના આ ચતુર્થ સંતાની જન્‍મજાત મહાનતાથી અજાણ હતા અને એટલે જ એ મહાન પુરૂષનું નામ પડયું : ઝીણો ?? જરા પણ ઘોંઘાટ (અવાજ) કર્યા વગર, પોતાની મહાનતાને ઢાંકવાના તેમના સતત પ્રયાસની એ એક શુભ શરૂઆત જ કહી શકાય પરંતુ સૂર્યના તેજ ઢાંકયા ઢંકાતા નથી. એક એવો સમય આવ્‍યો કે ઝીણો વિરાટ થઈ ગયો. આઘ્‍યાત્‍મિક જગતની પવિત્રતમ તાકાત તરીકે, સચ્‍ચિદાનંદના અનુભવી તરીકે ઝીણો વિશ્‍વમાં ફેલાઈ ગયો, તેમની દર્શન મુલાકાત પછી બાર વર્ષ વિખ્‍યાત સંત સ્‍વામી ચિન્‍મયાનંદજી (ચિન્‍મય મિશન) લખે છે. યોગીજી મહારાજનો મને જે અનુભવ થયો છે, તેને હું શબ્‍દોમાં રજૂ કરીશકું તેમ નથી, ઉપનિષદોમાં જે અનુભૂતિ છે તેનું તેઓ જીવંત મૂર્તિમાન સ્‍વરૂપ હતા. એ વૃઘ્‍ધ કાયામાંથી સહજ ફુટી નીકળતો સર્વાત્‍મા બ્રહ્મનો સર્વોચ્‍ચ આનંદ, જાણે દિવ્‍ય નિર્મળ પ્રેમની સુગંધીમાન લહેરરૂપે ધસમસતો, એમની નજીક આવનારમાં પ્રવેશતો અને હૃદયને ભરી દેતો . પછી ભલે તે એ દિવ્‍ય પ્રેમ ઝીલવા સુપાત્ર ન હોય. એટલે જ કોઈપણ સદગુરૂ માટે આપણે માત્ર પ્રણિપાત કરી શકીએ. ગણેશપુરીના સિઘ્‍ધ સંત મુકતાનંદ બાબા કહે છે : પ્રેમ સે પકા હુઆ પુરૂષ ? યોગીજી સાથેનું મિલન એટલે ભગવાન સાથે એક થવાની તક. હજારો વર્ષોમાં કયારેક જ યોગીજી મહારાજ જેવા સંત પૃથ્‍વી પર અવતરતા હોય છે. યોગીજીના સંપર્કમાં આવનાર અનેક મહાનુભાવના હૃદયોદગારમાંથી આ કેટલાક હૃદયોદગાર છે. યોગીજીના સાનિઘ્‍યનો અનુભવ હરકોઈ માટે જીવનની ચિરસ્‍મૃતિ સમો હતો. મહાપુરૂષો અનુભવે જ ઓળખાઈ છે. કારણ કે તેઓ શબ્‍દોથી નહીં, પોતાના દિવ્‍ય વર્તનથી પોતાની આત્‍મકથા લખતા હોય છે. યોગીજીની જેમ. માતા પુરીબાઈ શિશુવયના પુત્ર ઝીણા સાથે ખેતરમાં કામ કરવા જતા ત્‍યારે ખેતરનો માલીક આ બાળક માટે કહેતો : આ કાયમ હસતો હોય છે, કયારેય રડતો નથી ? આ સીધી સાદી વાત યોગીજી માટે જીવનપર્યંતનું એક પરમ સત્‍ય બની ગઈ હતી. ભલભલાના કાળજા કંપાવી દે એવા અનેક વિપરીત સંજોગોવચ્‍ચે પણ જીવનભર એમની આંખો ભીની થઈ નહોતી ? ઉદાસીનતા કે દુઃખ જેવા શબ્‍દ એમના શબ્‍દ કોશમાં જ ન હતા. સતત આનંદ એ એમની જન્‍મજાત સિઘ્‍ધિ હતી. સાવ નાના હતા ત્‍યારથી રોજ સવારે ધારી ગામને પાદર શેત્રુંજી નદીના કિનારે પથ્‍થરની શીલા પર ઘ્‍યાન ધરવાનો એમનો નિત્‍યક્રમ હતો. શાળા સિવાયના સમયે ઝીણાભાઈ ગામના સ્‍વામીનારાયણ મંદિરે જ હોય. સંતોની સેવામાં કાં ભગવાનની મૂર્તિ સાથે તલ્‍લીન થઈ સેવા પૂજામાં એમનું જીવન બાકી મંદિરમાંથી પરાણે ઘેર લઈ જાય ત્‍યારે ઘરમાં પ્રવેશે. એમના બૃહદ ભકિત યોગનું આ પ્રતિબિંબ માત્ર હતું. કોઈ સામાન્‍ય વિદ્યાર્થી વિચારી પણ લીધું હતું. નિર્ધારીત કરી લીધુ હતું અને ઈ.સ. 1908માં સોળ વર્ષની ઉંમરે, એમણે પોતાના જીવન લક્ષ્ય માટે ભગવાને એમને પૃથ્‍વી પર મોકલ્‍યા. જેના માટે એમનો જન્‍મ હતો. પરિવાર, મિત્રો, શાળા અભ્‍યાસ, તેજસ્‍વી કારકિર્દી આ બધાનો એમને ત્‍યાગ કર્યો. ભગવાન સાથે અતૂટ સ્‍નેહને લીધે. સંસારનો ઉંબરો ઓળંગીને એમણે સાધુ જ્ઞાનજીવનદાસ તરીકે જીવનનો પ્રારંભ કર્યો. ગુરૂ શાસ્‍ત્રજી મહારાજની ઈચ્‍છા આજ્ઞા મુજબ જીવનનો નવો ઘાટ આપ્‍યો. કોઈને અણસાણ પણ નહોતો કે કિશોરવયના સાધુ જ્ઞાનજીવનદાસ એ દિવ્‍ય ગુરૂપરંપરાના ચતુર્થ ગુરૂ થવા અવતર્યા છે. કોઈ શાંત ઝરણાની માફક, જરા પણ ખળભળાટ વગર એમનું જીવન પ્રગતિકરતું રહયું. મહાસાગર થવા તરફ સાધુ તરીકે જ્ઞાનજીવનદાસે જગત સમક્ષ એક આદર્શ પૂરો પાડયો. હાંજી ભલા સાધુ તન કી ઉપાધી તેજ સોઈ સાધુ. આ ભજન પંકિતઓ એમનું જીવનસૂત્ર હતું. શરીર સુખની એમણે કદી ખેવના કરી નથી. આઘ્‍યાત્‍મિક યાત્રામાં ખલેલ પહોંચાડે તેવો દુન્‍યવી સુખનો વિચાર પણ તેમની નજીક ફરકી શકે નહીં એવું એમનું પ્રચંડ આત્‍મબળ અને એટલે જ પોતાની પરવા કર્યા વગર બીજાની સેવામાં જાતને ઘસી નાખવાનું તેમને જરા પણ કપરૂ લાગ્‍યું નહોતું. સ્‍વમાન સ્‍વમહાનતા ને તેમણે પરોપકાર સેવા માટે કુરબાન કરી દીધા હતા. સને 19પ1માં એમના હાથમાં સત્‍સંગ સમુદાય અને સંસ્‍થાન સુકાન સોંપીને શાસ્‍ત્રીજી મહારાજે પૃથ્‍વી પરથી વિદાય લીધી. 4ર વર્ષની ઉંમરે યોગીજીને અક્ષરમંદિર ગોંડલના મહંતપદે નિયુકત કર્યા તે પહેલા તેમનો રોજિંદો સેવાનો જે ક્રમ હતો એ વચ્‍ચે કોઈ ફર્ક પડયો ન હતો.


Comments are Closed

error: Content is protected !!