Main Menu

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કહેર વચ્ચે ઘેરાયેલું છે ત્યારે એમાંથી શિક્ષણ જગત પણ બાકાત રહી શકે નહીં આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિનામૂલ્યે અવિરતપણે શિક્ષણ મેળવી શકે તે માટે અમરેલી સ્થિત દીપક હાઇસ્કૂલ (રૂપાયતન) માધ્યમિક શાળા ના ઉત્સાહિત અને ખંતીલા શિક્ષકશ્રી સંજય ડી માંગરોળીયા  (M.A.,B.Ed.)ધોરણ ૧૧ અને ધોરણ 12 અર્થશાસ્ત્ર સરળ સમજૂતી સાથે ના ૪૦૦ કરતાં પણ વધારે વિડીયો લેકચર બનાવેલા છે જે વિદ્યાર્થીઓ lockdown ના સમયગાળા દરમિયાન વિનામૂલ્યે ઘેર બેઠા જોઈ શકે છે. આ વિડીયો લેકચર નો લાભ સમગ્ર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ કરી શકશે તેઓ વિડીયો લેકચર ની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જે કંઈ પણ મુશ્કેલીઓ પડતી હોય છે તેનું નિવારણ પણ ઓનલાઇન જ આપે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ઘટના કદાચ પ્રથમ વખત બનેલી હશે કે જેમાં સ્વાધ્યાય ના બધા જ  પ્રશ્ન ઓનું સોલ્યુશન વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિનામૂલ્યે મેળવી શકે છે આ ઉપરાંત શ્રી સંજય  માંગરોળીયા જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તો તેના કાર્ય ને આપણે બિરદાવીએ અને lockdown ના તબક્કાને એક સાર્થક ઉપયોગ કરીયે.  વિડીયો લેક્ચર online youtube માં જોવા માટે youtube મા AN ACE OF ECONOMICS  સર્ચ કરવુ અથવા મોબાઈલમાં PDF મેળવવા ૯૮૨૫૯૨૦૩૭૪ WHATSAPP કરવું






Comments are Closed

error: Content is protected !!