Main Menu

સરકારની એ ફરજ છે કે લોકોના દર્દ પર મરહમ લગાવે તેના બદલે સરકાર દાજ્યા પર ડામની પ્રવૃત્તિ કરે છે : શક્તિસિંહ ગોહિલ

કોરોના વાઈરસના કારણે સમાજના તમામ વર્ગોને ન કલ્પી શકાય તેવી મુશ્કેલીઓ અને યાતનાનો ભોગ બનવું પડેલ છે ત્યારે સરકારની એ ફરજ છે કે લોકોના દર્દ પર મરહમ લગાવે તેના બદલે સરકાર દાજ્યા પર ડામની પ્રવૃત્તિ કરે છે તે દુઃખદ છે. ખેડૂતોની વ્યથાને વાચા આપવા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે શ્રી પાલભાઈ આંબલીયા (પ્રમુખ કોંગ્રેસ કિસાન સેલ), શ્રી ગીરધરભાઈ વાધેલા (વાઈસ ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ), શ્રી ચેતનભાઈ ગઢિયા (ચેરમેન રાજકોટ જીલ્લા કિસાન કોંગ્રેસ), શ્રી દેવુંભાઈ ગઢવી (ખેડૂત), શ્રી પ્રવીણભાઈ પટોળિયા (ખેડૂત) રાજકોટ સરકારી ઓફીસ ઉપર ગયા હતા. તેમના ઉપર બર્બરતાથી હુમલો કરીને ઉઠાવી જઈને કોઈ રીઢા ગુન્હેગાર કે આંતકવાદીને માર મારવામાં આવે તે રીતે માર મારીને સરકારે પોતાની નિષ્ફળતા અને   અમાનવિયતાનો પરિચય આપેલ છે. તે જ રીતે થોડા દિવસ પહેલા રાજકોટમાં જ એક શિક્ષિત યુવાન હેમેન્દ્રસિંહ જાડેજા શ્રમિકોના પ્રશ્ને રજૂઆત કરવા જતા તેના સામે પાસાનો હુકમ કરી તેને સુરત જેલમાં મોકલવામાં આવેલ છે. પાસાના કાયદાનો આ ખુલ્લેઆમ ભંગ છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શ્રી પાલભાઈ આંબલીયાને ન્યાય આપવા તથા હેમેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પાસામાંથી મુક્ત કરવા માંગણી કરેલ છે.


Comments are Closed

error: Content is protected !!