21.1 C
New York
June 5, 2020
Gujarat

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં પ્રસિદ્ધિની ખોટી જાહેરાતો : શક્તિસિંહ ગોહિલ

કોરનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલ લોકોની મજબુરીની સરકાર મજાક ઉડાવી રહી છે. આવા કપરા સમયે ખરા અર્થમાં જમણો આપે અને ડાબાને ખબર ન પડે તે રીતે મદદ પહોંચાડવી જોઈએ. તેના બદલે પ્રસિદ્ધિઓની ખોટી ખોટી જાહેરાતો કરીને મુશ્કેલીમાં આવી પડેલા લોકોને રજળાવવાનું કામ થઈ રહ્યું છે. તા. ૧૪.૦૫.૨૦૨૦ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ તથા પ્રેસનોટ આપીને એવી જાહેરાત કરી કે, નાના વેપારીઓ, દુકાનદારો,વિશ્વકર્મા સમાજના ભાઈઓ તથા શ્રમિકોને માત્ર એક અરજી કરવાથી એક લાખ સુધીની લોન આપી દેવામાં આવશે અને જેનું વ્યાજ માત્ર ૨% જ રહેશે. સરકારની આ જાહેરાતના કારણે ૪૪ ડીગ્રી ધોમધખતા તાપમાં સેંકડો લોકો બેંકો પાસે લાઈન લગાવીને ઉભા રહી ગયા અને જયારે વારો આવ્યો ત્યારે મોટા ભાગની બેંકોએ કહી દીધું કે આ તો સહકારી બેંક છે. સભાસદ વગરનાને અમે ધીરાણ જ ન આપી શકીએ તો કેટલીક બેંકો એવું કહ્યું કે ફોર્મ લઈ જાવ અને બે સધ્ધર ગેરેન્ટર લઈને આવો પછી વિચારણા થશે. આ યોજનાના નામે ભાજપ દ્વારા એવો પ્રચાર થયો હતો કે વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન મળી જશે. આમ અતિ મુશ્કેલીમાં આવેલા વિશ્વકર્મા સમાજના ભાઈઓ, નાના વેપારીઓ, નાના કારીગરો તથા શ્રમિકો બેંકો પાસે લાઈનમાં તડકામાં ઉભા રહીને દયનીય સ્થિતિમાં મુકાયેલ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની જનતાની માફી માંગે અને સરકાર ગેરેન્ટી લઇને બેંકોને પૈસા આપે જેથી લોકોને લોન આપી શકાય.

      સહકારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ નીચે કામ કરે છે અને તેનો નિયમ એવો છે કે, સહકારી બેંક માત્ર જે સભાસદ હોય તેને જ ધિરાણ આપી શકે. ઉપરાંત કોઈ લોન આપવી હોય તો નોમિનલ સભાસદ બનાવીને જ આપી શકાય. પરંતુ નોમિનલ સભાસદ કુલ સભાસદના ૨૦% કરતા વધારે ન હોવા જોઈએ. હાલ મોટા ભાગની સરકારી બેંકો ગોલ્ડ ઉપર ધિરાણ નોમિનલ સભાસદ બનાવીને આપે છે અને તેથી નોમિનલ સભાસદ લગભગ ૨૦% પૂર્ણ થયેલ હોય છે. આમ સરકાર જાણતી હતી કે, એક લાખની લોનની વાત માત્ર સ્ટંટ છે અને કોઈને લાભ મળવાનો નથી છતાં માત્ર  પ્રસિદ્ધિ કરવાના પ્રયત્નથી ભયંકર હાડમારી લોકોને પડી છે.

(આ સાથે ગુજરાત ભાજપની વેબસાઈટ gujarat.bjp.org  ઉપર સરકારની એક લાખની સહાયની જાહેરાતનું પેઈજ શામેલ છે. જેમાં હાઈલાઈટ કરેલ ત્રીજા પેરેગ્રાફમાં લખ્યું છે કે, “બેંકો વગર ગેરેન્ટીએ માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ઉપરાંત  આ સાથે લોનનું ફોર્મ શામેલ છે જેમાં બે જામીન તથા ૧૦ દસ્તાવેજો આપવાની વિગત જાણાવેલ છે.)

Related posts

USએ ઈરાકમાં ISISના કબજા વાળા ટાપુ પર 36 હજાર કિલો બોમ્બ ફેંક્યાં, આ ટાપુ પરથી આતંકીઓને ઈરાકમાં ઘુસાડાય છે

thebapu

દીવ ના દરિયાકિનારે દીવ પોર્ટ પર એક નંબર નું સાવચેતી નું સિગ્નલ લગાવવામાં આવ્યુ

thebapu

બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર સંવેદનશીલ : રૂપાણી

thebapu
error: Content is protected !!