મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
એક યાદગાર રીયુનિયન
૩,૨,1....ફિલ્મ શરુ થઈ. સ્કૂલના મુખ્ય બે મોટા દરવાજા ખુલ્યા , વચ્ચે ડામરનો રસ્તો ,આજુબાજુ મોટા મેદાનો , વૃક્ષો ,એક જાળી લગાવેલ કૂવો , લગભગ ૧૦૦ મીટર જેટલો રસ્તો કાપે એટલે ૩ માળની સુંદર સ્કૂલ , 5-6 પગથિયા ચઢે એટલે એક સૂનો ખૂણો દેખાયો પછી એ જગ્યાએ ફોટો જે એક વૃદ્ધ અને દિવ્યાંગ પંડિત સિંગચણા, પીપર અને વટાણા વેચતાં ખુબ નાના પાયે , સ્કૂલમાં મુખ્ય દ્વાર પાસે સરસ્વતીમાતાની વીણા-પુસ્તક ધારણ કરેલી મૂર્તિ , બીજા ખૂણે નાનકડી કેન્ટીન , જુના કેન્ટીન ના ફોટામાં વાસુ, પછી દેખાયો સ્કૂલનો મોટો ઘંટ , ધીરે ધીરે આખી સ્કૂલ , મોટા પેસેજ , પ્રિન્સીપાલ રૂમ , બે મોટા સ્ટાફરૂમ, , ઓફીસ , દરેક માળે લગભગ 10 ક્લાસરૂમ , જૂના સમયમાં લીધેલ બ્લેકબોર્ડ પરનું સુવાક્ય “ વિદ્યા વિનયથી શોભે છે , ચોક , ડસ્ટર , બેંચ ,ટેબલ , બધાં પીયુન, માળીદાદા બધાના ફોટા , લેબોરેટરી અને લાઈબ્રેરી ના ફોટા , જુના સમયના શિક્ષકોથી લઈ હાલના શિક્ષકોના ફોટા ,સામુહિક ફોટા , વિવિધ એસ .એસ.સી . પાસ થેલા બેચના ગ્રુપ ફોટા , સ્પોર્ટ્સ , ઝંડાવંદન , ગરબા વગેરે જેટલા ફોટાનું કલેક્શન હતું એ બધું ૪૦ મિનીટની ફિલ્મમાં જોવા મળ્યું અને જેવી ફિલ્મ પૂરી થઈ બધાએ 5 મિનીટ સુધી સતત તાળીઓના ગડગડાટ સાથે વધાવી અને બધાજ ભાવુક બની ગયાં . દરેક વિદ્યાર્થી રૂમાલથી પોતાના અશ્રુ લુછી રહ્યાં હતાં . નક્કી કર્યા મુજબ ખુબ જ શિસ્તતા જાળવી દરેક વિદ્યાર્થીઓ શિક્ષકોને , પ્રિન્સીપાલને મળ્યા પણ શિસ્તતા પૂર્વક . ત્યારબાદ પ્રિન્સીપાલ , સેક્રેટરી અને બધાં શિક્ષકો વતી એમના દ્વારા કહેવાયેલ આભારના શબ્દો અને બધાં જ વિષયોને આવરી લેતું એક નાનકડું ભાષણ સેજલે વાંચ્યું .
મોટા મેદાનમાં એક ભવ્ય મંડપમાં લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓની હાજરી છતાં એક સોય પડે એનો અવાજ આવે જાણે એટલી શાંતિ હતી. એક મોટા પડદા પર સ્કુલના વિદ્યાર્થીઓના સહકારથી બનેલ આ ફિલ્મ પાછળ અથાગ પરિશ્રમ અને એક જમાનાની નામાંકિત એવી સ્કૂલ પ્રત્યેનું ઋણ ચૂકવવાની ભાવના હતી . વાત એમ હતી કે ,
૫૫ વર્ષ જૂની એવી ગુજરાતી માધ્યમની શાળા નંબર વનનું સ્થાન ધરાવતી , ભણતર , ખેલકૂદ , અન્ય સ્પર્ધા દરેકમાં અવ્વલ . છેલ્લાં 10 વર્ષથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી થઈ ગઈ હતી એટલે સ્કૂલના એક ભાગમાં અંગ્રેજી માધ્યમ શાળા શરુ કરવામાં આવી . ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી ગઈ કે પોણા ભાગનું મકાન અંગ્રેજી માધ્યમ અને પા ભાગ ફક્ત ગુજરાતી માધ્યમ રહ્યો . એ પ્રમાણે શિક્ષકોણે પણ બીજી સ્કૂલોમાં સમાવ્યા અને જાણે કે ગુજરાતી માધ્યમની શાળાનું અસ્તિત્વ જોખમાયું . દરેક ધોરણમાં વિદ્યાર્થીઓ તો હતાં પણ સ્કૂલને જે ગ્રાંટ સરકાર તરફથી મળતી તે હવે બંધ થઈ. સ્કૂલના પ્રિન્સીપાલ , યુનિયન વગેરે ઘણાંના પ્રયત્નો છતાં ગુજરાતી માધ્યમ સ્કૂલ ખોટમાં હતી . અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ , શિક્ષકો અને અન્ય સ્ટાફ ગુજરાતી માધ્યમના બાળકોને હીન ભાવનાથી જોતાં એમની મજાક કરતાં , આm થવાથી ગુજરાતી સ્કૂલના બાળકોણે હીન ભાવના થતી . નવા એડમીશન તો હવે લેતા જ નહતાં , પ્રાયમરી અને સેકેન્ડરી ના વિદ્યાર્થીઓની સંખ્યા અલ્પ હતી એમને બીજી સ્કૂલમાં સમાવાયા પણ હાયર સેકેન્ડરીમાં લગભગ ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભણતાં શિક્ષકોના પગાર , વિદ્યાર્થીઓનું ભણતર ,સ્કૂલનો અન્ય ખર્ચ હવે પોષાતો નહતો એટલે મેનેજમેન્ટ , ટ્રસ્ટીઓ મળી નિર્ણય લેવામાં આવ્યો કે, “ સ્કૂલનો ગુજરાતી વિભાગ સંપૂર્ણ રીતે બંધ કરવો, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અન્ય શાળામાં સમાવેશ કરવો . આ નિર્ણય ઘણો જ દુઃખદાયક હતો વાલીઓ , વિદ્યાર્થીઓ , શિક્ષકો અને અન્ય સ્ટાફ માટે .
જયારે ધારા , હર્ષ , રોહિત ,નીલ, પ્રેક્ષા જેઓ સ્કૂલના ૧૯૮૭ ના બેચમેટ હતાં તેમના કાને આ વાત આવી એલોકો આ નિર્ણયથી આઘાત પામ્યાં. એમનું પોતાનું વોટ્સએપ ગ્રુપ જેમાં ૧૫૦ જેટલાં એજ બેચના મેમ્બર હતાં . સમય ખુબ ઓછો હતો 6 મહિના . જો એક કરોડ જેટલા રૂપિયા હોય તો એકાદ બે વર્ષ આ નિર્ણય ઠેલી શકાય એમ હતું પછીથી તો આમપણ સ્કૂલનો ગુજરાતી વિભાગ બંધ જ થવાનો હતો પણ પ્રશ્ન હતો ૨૫૦ જેટલા હાયર સેકેન્ડરીમાં ભણતાં વિદ્યાર્થીઓનો . ખુબ ચર્ચા વિચારણા થઈ, હાલના માતાપિતાનો અંગ્રેજી માધ્યમ પ્રત્યેની ઘેલછા , રેસના ઘોડાની જેમ પોતાના બાળકોને ધકેલવામાં પાછી પાની ન કરતાં આ માબાપને એમનો વાંક પણ દેખાતો નહતો. માતૃભાષામાં ભણતાં બાળકોની બુદ્ધિ ઘણી વિક્સીત થાય છે પણ હુંસાતુસીમાં માબાપ આ બધું ભૂલી જાય છે .
બધાંએ પોતપોતાની સ્કૂલ સાથે જોડાયેલી ઘણી વાતો લખી , સ્કૂલના એ નિર્દોષ , તોફાની , વાતોડિયા , નિખાલસ મિત્રો , એ બેંચ જેમાં વર્તુળ અને dividerનો ઉપયોગ બેન્ચમાં પોતાનું નામ કોતરવા કરતાં , એ સુની પડેલી રાહ જોતી બેંચ જે ખેતી હોય કે તમારા જેવા વિદ્યાર્થીઓ પાછા આવે તો મજા આવે , સ્કૂલના બિલ્લા , ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં એક અજબ શિસ્ત , ક્યારેય કોઇપણ અપ્રિય ઘટના તો બની જ નહતી , એ પ્રેમાળ શિક્ષકો , પ્યુન, માળીદાદા , સ્કૂલની માણેલી પીકનીક , સ્કૂલનો ફેરવેલ નો દિવસ એમ ઘણી સુંદર યાદો તાજી થઈ. બધાંએ એક અઠવાડિયા સુધી પોતાના તરફથી શું કરી શકાય એ નક્કી કર્યું . ગ્રુપ એડમીન ધારા , હર્ષ , એલોકોએ ભંડોળની હાકલ કરી અને એક જ અઠવાડિયામાં ૩૦ લાખ જેટલા જમા થઈ જાય એવી surety પણ મળી ગઈ .
બીજા અઠવાડિયાથી એ કમિટીના સભ્યો પ્રિન્સીપાલ , ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ કમિટી વગેરેને મળ્યાં, સાચી હકીકત જાણી , શિક્ષકોની , વાલીઓની મૂંઝવણ સાંભળી . ધારા અને નીલ મળી એક “save the school” કમિટી બનાવી જેમાં એમણે અન્ય જુના વિદ્યાર્થીઓ જે બીજા બેચના હતાં તેમજ આ સ્કૂલના “business ગ્રુપ “ નો સંપર્ક કરી , મિટિંગ કરી અને કોઇપણ સંજોગોમાં આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ડામાડોળ નહીં થવા દે ની ખાતરી સાથે એક મહિનામાં ૯૦ લાખ રૂપિયા જમા કર્યા . પરદેશમાં રહેતાં વિદ્યાર્થીઓએ ખુબ દાન કર્યું . આ બધું ભંડોળ CA, વકીલ વેગેરેના માર્ગદર્શન હેઠળ અને સલાહકાર કમિટીની મદદથી ફરી સ્કૂલના મેનેજમેંટ કમિટી , ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરી અને બાળકોના ભવિષ્ય વિષે સતત વિનંતી કરતાં રહ્યાં અને પરિણામ એ આવ્યું કે , બધાં સંમંત થયાં કે આ વિદ્યાર્થીઓ SSC પાસ થાય ત્યાં સુધી આ વિભાગ ચાલુ રહેશે . સ્કૂલના મેનેજમેન્ટ , ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલ, બધાં શિક્ષકો તો ગર્વ અનુભવવા લાગ્યા કે આ સ્કૂલના શિક્ષકો , વાલીઓએ કેટલા સારા સંસ્કાર આપ્યાં કે દરેક જુનો વિદ્યાર્થી પોતાની સ્કૂલને બચાવવા આકાશ પાતાળ એક કરી રહ્યાં છે .એમણે હ્ર્દ્યપુર્વક આ જુના વિદ્યાર્થીઓનો આભાર માન્યો .
આ good news થી બધાં ખુશ થયાં અને ફરીથી એક “રિયુનીયન” નો પ્લાન બનાવ્યો કે જેમાં સ્કૂલના દરેક જુના વિદ્યાર્થીઓને આમંત્રણ મળે અને એક ખુબ ધામધુમથી એ દિવસ ઉજાવવામાં આવશે . એ બધાં ખર્ચા માટે પણ ભંડોળ હતું , સ્પોન્સરર મળ્યા . એ દિવસ આખી જિંદગી યાદ રહી જાય એવો બનાવવા માટે ઘણો ઉત્સાહ હતો દરેક બેચમાં મેસેજ નાખવામાં આવ્યો , કેટલા હાજર રહેશે એ વિષે અને એ પ્રમાણે દિવસ, સમય અને પ્રોગ્રામ નક્કી થયો . આવતા મહિનાના પહેલા રવિવારે આ પ્રોગ્રામ કર્યો . દરેક વિદ્યાર્થીઓએ જવાબદારી પૂર્વક વર્તન કરવાનો નિર્ણય કર્યો હતો . આખરે એ દિવસ આવ્યો .
ભવ્ય મંડપ , સુંદર સજાવટ , retired અને હાલના શિક્ષકોને સન્માનપૂર્વક વાજાં વગાડી માન આપ્યું . બધાં ખુબ જ શિસ્ત અને માન પૂર્વક વર્તતાં હતાં , એક એક પળ કિંમતી હતી , સમયનો વ્યય પરવડે એમ નહતું . બારેક વાગ્યે ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બધાએ કર્યું , એક કલાકના બ્રેકમાં બધાં એક બીજાને મળ્યા , સ્કૂલને મન ભરી જોઈ , પોતપોતાના કલાસરૂમમાં ફોટા પાડ્યા અને બરાબર એક કલાક પછી બધાં પાછા ભેગાં થયાં અને આ ફિલ્મ શરુ કરી . બધાનાં મન ભરાઈ આવ્યા . પછી આવી વેળા વિદાયની , ખુબ ખુબ આભાર , સહકાર એવી બધી ભાવનાત્મક લાગણી સાથે બધાં જાણે સ્કૂલનું ઋણ ચૂકવી દીધું હોય અને એક ઉત્તમ “સ્કૂલદક્ષિણા “ આપી હોય એમ ગર્વ અનુભવતા , હંમેશા “connected” રહેવાની પ્રોમિસ સાથે છુટા પડ્યા .