મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
અભિપ્રાય (સત્ય વાર્તા )
રાધિકાએ એના પતિને સહુથી પહેલા પ્રમોશન મળ્યાના ખુશખબર આપ્યા.ઓફિસર બનવાના. સાથે એ પણ જણાવ્યું કે, હવે એણે ઓફિસ રોજ મેલ ટ્રેન પકડીને દૂર સુધી અપડાઉન એક વરસ માટે કરવુ પડશે . પતિ ,મા-બાપ બધાની સલાહ લીધી .
રોજ સવારે ઇન્ટરસિટી ટ્રેન પકડી 9-30 વાગ્યે એક કલાક વહેલા ઓફિસ પહોંચી જવું અને ઘણી બધી સખીઓ જે એ બ્રાંચમા હતી અને એની સાથે અપડાઉન કરતી . એને તો નવી ચેલેન્જ લાગી અને સાથે સાથે મજા પણ આવવા લાગી.
રોજ રોજ ટ્રેનમાં ઘણાં લોકો ઓળખવા લાગ્યા. પાસહોલ્ડર્સના ડબ્બામાં એકબીજા સાથે નાશ્તાની આપલે, બર્થડે મનાવવો અને રોજ ના નવા કિસ્સા.
રાણી નામનો કિન્નર રોજ ટ્રેનમાં કંઈક આશા સાથે બધાં પાસે પૈસા લેવા આવતો. રાધિકા એને દર બુધવારે માગ્યા વગર દસ રુપિયા આપી દેતી. ઘણીવાર રાણી જેવા બીજા બે કિન્નરો પણ આવતા, પણ અઠવાડિયામાં એક વાર. એમાંથી એકનું નામ લક્ષ્મી અને બીજાનું નામ શોભા હતું . રાધિકા જોતી કે એલોકો દરવાજામાં બેસી ગપ્પા મારતા અથવા મોબાઈલમાં ગીતો સાંભળતા પણ કોઈને હેરાન ન કરતાં .
એક દિવસ એણે જોયું કે, એ બંને કિન્નરો સાથે એક નાનકડી છોકરી જે લગભગ બે વરસ ની લાગતી હતી, એને એ લોકોએ રાધિકાની સામેની બર્થ પર સુવડાવી. બંને એની બાજુમાં બેસી ગયાં . રાધિકાના મનમાં અજીબોગરીબ વિચાર આવવા લાગ્યા. એણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને વિચાર્યું કે, આ બંને કિન્નરોનું ધ્યાન ન હોય ત્યારે પોલિસને ફોન કરવો અને આ બાળકીના ફોટા લઈ લેવા. થોડો વારમાં એક પાસઠેક વરસની જેટલી ઉમરની એક સ્ત્રી આવી અને આ બાળકી ને બિસ્કિટ ખવડાવવા લાગી. બાળકી પણ આલોકો સાથે ઘણી મસ્તી કરતી હતી અને આનંદથી રમતી હતી.
રાધિકાને લાગ્યું કે , જરુર આલોકોએ આ બાળકીનું અપહરણ કર્યુ છે અને એને ચોકલેટ, બિસ્કિટની લાલચ આપી પછીથી વેચી દેશે .
રાધિકા ઉભી થઈ, કડક અવાજમાં એણે લક્ષ્મી અને શોભાને પૂછ્યું ,” આ બાળકી કોણ છે? આનું તમે અપહરણ તો નથી કર્યુંને ? સાચું કેજો.
રાણી અને લક્ષ્મી બિલ્કુલ ડર્યા વગર કહેવા લાગ્યાં ,” ક્યા મેડમ આપ ભી, યે બચ્ચી તો મેરે બહેન કી લડકી હૈ. સાથમેં જો હે વો હમારી મા હૈ. યે બચ્ચી બચપન સે હમારે યહાં મુંબઈ આતી રેહતી હૈ. મેરી બહેન ઔર બેહનોઈ બહોત અચ્છે હૈ, જો હમારે સાથ યહ જાનકર ભી ભેજતે હૈ. યે બચ્ચી કા નામ મિલી હૈ. યે હમારે સાથ બહોત ઘુલમિલ ગઈ હૈ , હમસે બિછડનેકે સમય બહોત રોતી હૈ. ઈસે તો હમે બહોત પઢાના હૈ ઔર અફસર બનાના હૈ.
રાધિકા વાત સાંભળતી જ રહી ગઈ. એણે અમની માતાને પૂછ્યું , ” આપ ઈનકે સાથ નહીં રેહતી? પરંતુ માતાએ તૂટ્યું ફૂટ્યું હિંદીમાં જવાબ આપ્યો” મૈ ઈનકે સાથ નહી રેહતી, ઈનકી જમાત અલગ હો ગઈ ,જબસે બચપન મેં સમજા બડા બચ્ચા એસા હૈ ફિર દુસરા ભી એસા હૈ ,તભી કલેજે પે પથ્થર રખકર મેને ઈનકી જમાતમેં છોડ દિયા થા. મગર વો લોગોને ભી ઉન્હે સંભાલ લિયા ઔર મેરી શોભા ઔર લક્ષ્મીને ભી ઉન્હે.
રાધિકાએ જોયું કે માતા સાચાબોલી હતી , ના તો મોઢા પર કંઈક અપરાધભાવની લાગણી હતી. પરંતુ મિલી ને જોઈને એ પણ આનંદમાં હતી.
રાધિકા વિચારતી રહી ગઈ કે ક્યારે પણ કોઈના વિશે જાણ્યા વગર પહેલેથી અભિપ્રાય ન બાંધવો .